Sunday 29 September 2013

ANDHSRDHA ANDHVISVASH THI DUR RAHO

ઓહમ 

મુહુર્ત ,ચોધડીયા ,શુકન ,રાશિ ,ગ્રહ ,તિથી ,વાર વિષે ની સચોટ માહિતી 
ભાગ્ય કરતા પુરુષાર્થ હંમેશા શ્રેષ્ટ છે.જેઓ પોતાનું ભાગ્ય મુહુર્ત ,ચોધડીયા।,શુકન ,રાશિ ,ગ્રહ વગેરે માં રહેલું છે એવો અંધવિશ્વાસ પોતાના મનમાં ઠસાવી રાખે છે.આ કારણે વ્યક્તિ ,સમાજ અને દેશનું બધી રીતે ઘોર પતન થયું અને થઈ રહ્યુ છે.ભગવાન શ્રીરામ ,શ્રી કૃષ્ણ.શંકરના વિવાહ કુંડળી કે ચોધડીયા જોઇને થયા ન હતા ,તેથી તેમના ભક્તો એ પણ આ બધું છોડી ગુણ ,કર્મ ,સ્વભાવની અનુસાર ચાલવું જોઈએ.[ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી ના વિવાહ ચેત્ર માસમાં થયા હતા ]સંસુકૃત ભાષા માં મંગળ નો અર્થ શુભકર્તા થાય છે। આ શુભકર્તા મંગળ ગ્રહ અમંગળ એટલે કે ખરાબ કઈ રીતે કરે ? મુહુર્ત એ એક સમય નો ભાગ છે.જે રીતે ઘડી ,પળ ,સેકંડ ,મિનીટ ,કલાક વગેરે છે શુભ -અશુભ કાર્યો સાથે તેનો કોઈ સબંધ નથી.[એક મુહુર્ત એટલે 48મિનીટ ]જો મુહુર્ત,ચોધડીયા ,દિશા ,તિથી વગેરે શુભ -અશુભ હોય તો અશુભ ચોધડીયા માં ટ્રેન ,બસ ,વિમાન ,જહાજ વગેરેનો ઉપડવાનો સમય સરકારે બદલવો જોઈએ ,પરંતુ આપણે જોઈએ છીએ કે બધી દિશા માં વાહન વ્યવહાર નિયમિત આવતો જતો હોય છે ,છતાં કોઈને વાંધો આવતો નથી . નવગ્રહ પૂજા શુભ કાર્ય સમયે લોકો કરાવે છે ,પરંતુ જ્યોતિષીઓ જે નવગ્રહ બતાવે છે ,તેમાં સૂર્ય ,ચંદ્ર તો ગ્રહ છે જ નહી ,રાહુ અને કેતુ નામના કોઈ ગ્રહો અવકાશ માં છે જ નહિ ,પુથ્વી ગ્રહ છે ,જેમાં આપણે રહીએ છીએ જેની અસર દરેક ને થવી જોઈએ ,છતાં પણ જ્યોતિષીઓ ગ્રહની ગણનામાં પુર્થ્વી ને લેતા નથી તેથી ગ્રહ પુજાના નામે થતા કાર્યા જેવા કે ગૃહશાંતિ ના મંત્રો -તંત્ર -જાપ -નવગ્રહ પૂજા -અનુષ્ઠાન -કર્મકાંડ -ગ્રહની વીંટી પહેરવી -વ્રત કરવા -હસ્તરેખા જોવી -જન્મ કુંડળી જોવી -ભાગવત સપ્તાહ -નારાયણ બલી -લીલ પરણાવવા વગેરે બધું નકામું છે ,તેનાથી સમય -શક્તિ અને સંપતિ નો દુર ઉપયોગથાય છે આ જ રિતે ધનારખ -મીનરખ -હોળાષ્ટક -પંચક -વિછુંડો વગેરે બધો વ્યર્થ બકવાસ છે.સંયમ ,ઉદારતા ,પરોપકાર ,સેવા ,દયા વગેરે પ્રભુ કાર્યો છે.માણસ ને સુખ -શાંતિ આપી શકે છે જ્યોતિષીઓના ઘરમાં ચોરી થાય છે ,અકાળે મૃત્યુ થાય છે ,દુખ આવે છે ,બીમારી આવે છે ,બાળકો આડા માર્ગે જાય છે ,વહુ દીકરી અકાળે વિધવા થાય છે ,આવી અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે ,તેથી જો તેઓ સાચા હોય તો શા માટે પોતે પોતાનું ભવિષ્ય જાણી નડતર ને પહેલાથી જ દુર કરતાં નથી। 
રાશિઓ ફકત બાર છે ,આ પ્રમાણે દરેક રાશિમાં 50 કરોડ લોકોનો સમાવેશ થાય ,આ 50 કરોડ લોકોના ગુણ ,કર્મ ,સ્વભાવ ,એક સરખા હોવા જોઈએ પરંતુ આવું જોવા મળતું નથી રામ -રાવણ ,કૃષ્ણ -કંસ ,ભીમ -ભીષ્મ ,અર્જુન -અસ્વત્થામાં વગેરે ની રાશિઓ એક જ હતી ,પરંતુ તેમના જીવનમાં જમીન આસમાનનું અંતર હતું ચૂટણીમાં પણ એક રાશિના ઉમેદવાર માં એકની હાર અને બીજાનો વિજય નીષિત છે ,છતાં પણ જ્યોતિષીઓની પાસે જઈ મુરત કઢાવે છે ,
જો જ્યોતિષીઓની ભવિષ્યવાણી સાચી હોય તો તેઓએ પોતાનું ભવિષ્ય જાણી નડતર દુર કરી કરોડપતિ બની જવું જોઈએ અને સરકારે પણ આવા જયોતિષીઓનું ગુપ્તચર [સી આઈ ડી ] ખાતામાં કે લશ્કરમાં ભરતી કરી દેશનું રક્ષણ કરવું જોઈએ ,જેથી આંતકવાદીઓની અને શત્રુઓની જાણકારી મેળવી આંતકવાદ અને શત્રુઓ સામે લડી તેઓનો નાશ કરી શકાય। આવી અનેક અંઘશ્રધ્ધાઓમાંથી બહાર નીકળી કર્મ અને પુરુષાર્થ કરી મનુષ્ય પોતાનું ભાગ્ય પોતે જ બનાવી શકે છે ,જ્યોતિષ નહી.
અર્થવવેદ માં કહ્યું છે- હે મનુષ્ય તારા એક હાથમાં કર્મ છે અને બીજા હાથમાં ફળ -ભાગ્ય -વિજય છે ,માટે "તું કર્મ કર -પુરુષાર્થ કર " 

સંપાદક :આર્ય સમાજ [જુનાગઢ ]
પ્રકાશક :આર્ય સમાજ [અડાજણ ,સુરત ]
વિતરક :રાષ્ટ્રીય જનક્રાંતિ આદોલન ,રાષ્ટ્રીય મહાસચિવ 
જયંતિભાઈ આર્ય ઈ -મેલ :jayantiary15@gmail .com 

બધાને નમસ્તે

Monday 16 September 2013

જોક્સ જંકસન


  • રોમાન્સ કર્યા પછી છોકરીએ તેનાં બોયફ્રેન્ડને પૂછ્યું....

    તુ બહુ જલદી કેમ થાકી જાય છે, હું તો નથી થાકતી....
    .
    .
    .
    .
    .
    છોકરો- જો કારણ બહુ સીધું છે, રસ્તો ક્યારેય પૂરો નથી થતો.....

    હંમેશા પેટ્રોલ જ પૂરું થતું હોય છે.....
  • 1990નાં સમયની છોકરીઃ અગર તુમ મિલ જાઓ, જમાના છોડ દેંગે હમ......
    .
    .
    2013ની છોકરીઃ અગર તુમ મિલ જાઓ, પુરાના છોડ દેંગે હમ......
  • ગર્લફ્રેન્ડનાં આંસુ અને બોયફ્રેન્ડનાં આંસુ વચ્ચે શું ફરક છે....?

    ગર્લફ્રેન્ડનાં આંસુ તેનું કહેલું મનાવવા માટે નીકળે છે,
    .
    જ્યારે બોયફ્રેન્ડનાં આંસુ કહેલું માન્યા પછી નીકળે છે......!!
  • સૌથી કામનો સવાલ-

    સ્ત્રીઓ પોતાના મગજને બદલે પોતાના રૂપ તરફ કેમ વધુ ધ્યાન આપતી હોય છે......?

    100 ટચનો જવાબ- કેમ કે પુરૂષ ભલે ગમે તેટલો મૂર્ખ હોય, પણ આંધળો નથી હોતો......
  • પપ્પુઃ મમ્મી કાલે પપ્પા કામવાળીને સોફા પર સુવાડીને...

    મમ્મીઃ બસ બેટા, બાકીનું રાત્રે પપ્પાની સામે બોલજે...

    રાત્રે પપ્પા આવ્યા એની સાથે જ..

    મમ્મીઃ હા બેટા બોલ તો શું થયું તુ....?
    .

    પપ્પુઃ પપ્પા કામવાળીને સોફા પર સુવડાવીને જે બાજુવાળા અંકલ તમારી સાથે કરે છે એ જ કરી રહ્યા હતા.....
  • ઓસામા બિન લાદેને નર્કનાં પીસીઓમાંથી પાકિસ્તાન ફોન કર્યો, એણે એક કલાક સુધી વાત કરી.....

    ફોન મૂક્યા પછી લાદેને પીસીઓ ઓપરેટરને પૂછ્યું- કેટલા પૈસા થયા.....?

    પીસીઓ ઓપરેટર- કંઇ નહીં, અહીં નર્ક ટુ નર્ક કોલિંગ ફ્રી છે............
  • દોસ્તો આજે આપણે એક અજીબ પ્રાણીના લક્ષણો અંગે જાણીશું- આ પ્રાણીનું નામ છે 'પત્ની'


    @ તે સામાન્ય રીતે રસોડા અને ટીવી સામે જોવા મળે છે


    @ તેનો પૌષ્ટિક આહાર છે પતિનું ભેજું...


    @ તે પાણી ઓછું અને લોહી વધારે પીવે છે

    @ તેને ઘણી વાર નારાજ હોવાનાં નાટક કરતા જોવામાં આવે છે...


    @ આ પ્રાણીનું સૌથી ખતરનાક હથિયાર છે રોવું અને ઇમોશનલી બ્લેકમેલ કરવું....

    @ તેના સંપર્કમાં રહેવાથી ટેન્શન નામની બિમારી થઇ શકે છે, જેનો કોઇ ઇલાજ નથી.

    બસ એનાથી સાવધાન રહેજો

    "સરકાર દ્વારા જનહિતમાં જારી"
  • રાત્રે ત્રણ જ જણા જાગતા હોય છે...

    ભૂત- માણસોને ડરાવવા માટે.....

    મચ્છર- માણસોનું લોહી પીવા માટે....

    અને

    પતિ પત્ની- માણસને બનાવવા માટે.......
  • પતિ બહુ ઝડપી ગતિએ કાર ચલાવી રહ્યો હતો...

    તેણે બાજુમાં બેઠેલી પત્નીને કહ્યું- જોઇ મારી સ્પીડ...

    અચાનક કાર બંધ થઇ ગઇ...

    એટલે પત્ની હંસવા માંડી...

    પતિ- તુ કેમ હંસે છે...?

    પત્ની- કાલ રાતની યાદ આવી ગઇ.....!
  • જિંદગીનો દરેક તબક્કો કોઇને કોઇ મોબાઇલ નેટવર્ક સાથે જોડાયેલો છે....
    .
    .
    .
    કેવી રીતે...?

    સ્કૂલ ટાઇમ રિલાયન્સ જેવો હોય છે....કર લો દુનિયા મુઠ્ઠી મેં...

    કોલેજ ટાઇમ એરટેલ જેવો હોય છે- ઐસી આઝાદી ઔર કહાં....

    સગાઇનાં સમય પછીનો સમય વોડાફોનનાં નેટવર્ક જેવો હોય છે...જ્યાં જાઓ, ત્યાં અમારૂં નેટવર્ક
    .
    લગ્ન પછીનો સમય આઇડિયા જેવો હોય છે- એક આઇડિયા, જે બદલી દે તમારી દુનિયા.....
  •  એક છોકરી હનીમૂન પરથી પાછી આવી ત્યારે બહુ થાકેલી દેખાતી હતી...

    એની એક બહેનપણીએ એને પૂછ્યું- શું થયું....?

    છોકરીએ જવાબ આપ્યો- જ્યારે આ 70 વર્ષનાં હરામખોરે મને કહ્યું હતું કે તેણે છેલ્લા 50 વર્ષમાં ઘણું બધું સેવિંગ કર્યું છે....

    ત્યારે હું સમજી હતી કે એ પૈસાની વાત કરે છે.........!
  • છોકરાએ છોકરીનાં પિતાને કહ્યું...

    હું તમારી છોકરીનો હાથ માગવા આવ્યો છું.....

    છોકરીનાં પિતા- કેમ...?

    છોકરો- કેમ કે હવે મારો હાથ થાકી ગયો છે......

પિતા (પોતાનાં 4 વર્ષનાં છોકરાને)- બેટા 5 પછી શું આવે..?

છોકરોઃ 6,7.... 
બપઃ અરે તુ તો બહુ હોંશિયાર થઇ ગયો છે, 7 પછી શું આવે.......
છોકરોઃ 8, 9,10
પિતાઃ શાબાશ, અને 10 પછી.... 
.
,,,
,,,
,,,
,,,
,,,
છોકરોઃ એના પછી શું....ગુલામ, બેગમ, બાદશાહ......

  • છોકરીએ નવું લેપટૉપ ખરીદ્યું
    (હસો નહીં, જોક હજુ પત્યો નથી, બાકી છે..)
    ખુશ થઈને ઘરે ગઈ,
    સાંજે ભડકતા પાછી દુકાનદાર પાસે આવી અને બોલી..
    આ લેપી સાવ બેકાર છે..
    આમાં જૂના પીસીની ફાઈલ પેસ્ટ જ નથી થતી..

    દુકાનદારઃ નોટ પોસીબલ,
    આ લેટેસ્ટ લેપટોપ છે અને તેમાં આવું થઈ જ ન શકે..
    તમે જરા કહેશો કે તમે કૉપી-પેસ્ટ કેવી રીતે કર્યું હતું?

    છોકરી દુકાનદારને ઘરે લઈ ગઈ..
    તેના કમ્પ્યુટરને ઓન કર્યું..
    માઉસથી રાઇટ ક્લિક કર્યું અને ફાઇલ કૉપી કરી..
    પછી પીસીમાંથી માઉસ કાઢી લેપટૉપમાં લગાડ્યું
    અને રાઇટ ક્લિક કરીને બોલી..
    લો જૂઓ, આમા પેસ્ટનો ઓપ્શન જ નથી આવતો......  

    દુકાનદાર ઓન ધ સ્પોટ બેહોશ..
     
  • પ્રેમી: વાહ શું સુંદર ચિત્ર બનાવ્યું છે! જોઇને મોમાં પાણી આવી ગયું

    પ્રેમિકા: મોમાં પાણી? અરે આ મોડર્ન આર્ટમાં મેં જીવનની કઠણાઈઓ દર્શાવી છે, અને તને મોઢામાં પાણી આવી ગયું.....?

    પ્રેમી: અરે, મને તો લાગેલું કે આ રંગબેરંગી મોટી જલેબી છે....................
  • ગગો, પત્નીને- આપણા લગ્નને 5 વર્ષ પૂરા થયા છે. આ વર્ષોમાં તને સૌથી વધુ સારૂ ક્યારે લાગ્યું હતું....

    પત્ની શરમાતા બોલીઃ જ્યારે તમે ત્રણ દિવસ માટે બહારગામ ગયા હતા.......!
     

એક છોકરીએ તેની મમ્મીને કહ્યું- મમ્મી, આપણા પાડોશીનો છોકરો રોજ મને કિસ કરીને ભાગી જાય છે.....
મમ્મી (હસતા હસતાં)- બિલકુલ એના પપ્પા પર ગયો છે......!
  • એક નાનો છોકરો એની મમ્મીને- મમ્મી આજે મારો એક ફ્રેન્ડ આપણા ઘરે આવી રહ્યો છે...

    મારા બધા રમકડા છુપાવી દો...

    મમ્મીઃ તારો દોસ્ત એ રમકડા ચોરી લેશે કે શું...?

    છોકરોઃ ના, એ એનાં રમકડા ઓળખી લેશે.....
     
  • એક મહિલાએ બીજી મહિલાને પૂછ્યું- જ્યારે તારા છૂટાછેડા થયા ત્યારે તારો એક જ દીકરો હતો....

    પણ હવે ત્રણ કવી રીતે.....?

    બીજી મહિલાઃ એમાં એવું છે ને કે મારા પતિ ઘણી વાર માફી માગવા આવી જતા હોય છે......
     


છોકરીઃ મારી સ્કીન બહુ સોફ્ટ અને સેન્સિટીવ છે અને રંગ પણ બહુ ગોરો છે, તો મારે રાત્રે ઉંઘતા પહેલા શું લગાવવું જોઇએ.....

ડોક્ટરઃ રૂમની અંદરથી સ્ટોપર.....
  •  અંધજન શાળાનો એક વિદ્યાર્થી મિઠાઇ લઇને તેની લેડી પ્રિન્સિપલનાં ઘરે ગયો....

    છોકરો અંધ હોઇ મેડમ બાથરૂમમાંથી ન્હાઇને કપડા પહેર્યા વિના સીધા તેની પાસે ગયા અને પૂછ્યું...

    આ મિઠાઇ શેની છે....

    છોકરોઃ મેડમ, તમે રજા પર હતા ત્યારે મારું ઓપરેશન થઇ ગયું.....અને સફળ પણ રહ્યું..

કોઇએ એક ઘરડા વ્યક્તિને પૂછ્યું- 70 વર્ષ પછી પણ તમે તમારી પત્નીને ડાર્લિંગ, હની, જાનુ કહો છો.....

તેની પાછળ વાત શું છે....?

ઘરડા વ્યક્તિઃ વાત કંઇ નથી, પણ 10 વર્ષ પહેલા હું તેનું નામ ભૂલી ગયો હતો, હવે તેને પૂછતાં મને ડર લાગે છે..........

  • એક છોકરીએ એક કૂતરીને પૂછ્યું- તારે એક વારમાં આટલા બધા બચ્ચા કેમ થાય છે...?
    .
    .
    .
    .
    .
    .
    .
    કૂતરીઃ મેડમ, કપડા પહેર્યા વગર રસ્તા પર ફરો, તમને પણ ખબર પડી જશે.......!!

Friday 23 August 2013

* સુવિચારો નું વૃંદાવન *


  1. સબંધો સારા હોય છે ત્યારે આપણે સબંધો ની મીઠાસ માણીએ  છીએ ,સબંધો તૂટે છે ત્યારે આપણે તેની કડવાસ પચાવી સકતા નથી.
  2. મેં સુક્ર્ગુજાર હું ઉન લોગો કા જિન્હોને મેરે બુરે વક્ત મેં મેરા સાથ છોડ દિયા ,ક્યોકી ઉન્હેં પતા થા કી મેં અકેલા હી મુસીબતો સે નિપટ સકતા હું 
  3. જીવન માં વિશ્વાસ એવા વ્યક્તિ પર જ મુકજો ....કે ...એ મુક્યા પછી તમારો સ્વાસ અધર ના રહે ....
  4. એક વૈજ્ઞાનીકે લગ્ન શું છે એ જાણવા લગ્ન કર્યા લગ્ન કર્યા પછી તે આજ સુધી નથી જાણી સક્યો કે વિજ્ઞાન શું છે 
  5. જે લોકો ને તમારા માં વિશ્વાસ નથી તેને મનાવવા માટે ક્યારેય તમારા સમય અને શક્તિ ને બગાડ શો નહિ તેના બદલે તેનો ઉપયોગ તમારા સ્વ-વિકાસ માટે કરજો કારણ કે તમારા માં વિશ્વાસ નથી તે તેમની સમસ્યા છે નહિ કે તમારી 
  6. જો લોકો તમને નીચે પસડવાની કોસિસ કરે તો તમે એ વાત નું ગર્વ જરૂર લેજો કે તમે એ બધા ની ઉપર છો 
  7. સંજોગો સામે લડતા શીખો ,આસું પી ને હસતા શીખો ,દુનિયા માં રહેવું હોય તો દુનિયા થી  નહિ ,દુનિયા તો એક દરિયો છે દરિયા માં તરતા શીખો 
  8. હસતા ચહેરા નો અર્થ એવો નથી કે તેની પાસે દુખ નથી ,અએનો અર્થ એવો થાય સે કે તે માણસ દુઃખને જીતી ને હકી કાઢવાનું જાણે છે 
  9. સપના એ નથી હોતા કે જે સુઈ ગયા પછી આવે ,સપના તો  એ હોય છે કે જે સુવા ના દે 
  10. ખાલી ખીસા તમને જિંદગી માં હજારો વાત શીખવે છે ,જયારે ભરેલા ખીસા જિંદગી બગાડવા ના હજારો રસ્તા બતાવે છે 
  11. તકલીફો માં પણ તમારા લક્ષ્ય ને વળગી રહો ,અને વિપત્તિ ઓં ને અવસર  માં બદલો.
  12. જીવન માં ક્યારે પણ બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાશ ના થશો ,કેમ કે મકાન ચણવા કરતા મહેલ બનાવવા માં હમેશા વાર લાગે છે। 
  13. ખરાબ સમય એ ખરી ના પોપડા જેવો છે ,જેનો સ્વાદ નથી લેવો છતાય લેવો પડે છે। 
  14. બે અક્ષર નું હોય છે લક અઢી અક્ષર નું હોય છે ભાગ્ય ત્રણ અક્ષર નું હોય છે નસીબ સાડા ત્રણ અક્ષર ની હોય છે કિસ્મત પણ આ ચાર અક્ષર ની મહેનત થી બધું જ નાનું છે। 
  15. જીવન માં તમારે ખુશ રેવું હોય તો "ખુશી"ને જીવન નું  લક્ષ્ય બનાવો ના કોઈ માણસ કે વસ્તુ ને। 
  16. મિત્રો કિસ્મત ને બદલવા ના પ્રયત્ન ના કરો કારણ કે કિસ્મત એ ભગવાન ની આપેલી બક્ષીસ છે કાઈ તમારા બાપા ના ડોક્યુમેન્ટ થી લીધેલ સીમકાર્ડ નથી કે તમે ગમે ત્યારે એરટેલ માં થી વોડા ફોન કરી શકો। 
  17. જિંદગી માં સારા લોકો ની તલાશ કારસો નહિ ,તમે પોતે જ સારા થઈ જાવ ,તમને મળીને કદાચ કોઈ ની તલાશ પૂરી થઇ જાય। 
  18. સમય પણ શીખવે છે ને શિક્ષક પણ શીખવે છે ,બંને માં ફર્ક ફક્ત એજ છે કે શિક્ષક શીખવાડી ને પરીક્ષા લે છે અને સમય પરીક્ષા લઈ ને શીખવાડે છે। 
  19. જિંદગી એવી ના જીવો કે લોકો "ફરિયાદ" કરે જિંદગી એવી જીવો કે લોકો "ફરી "યાદ "કરે તેના માટે બસ એટલું કરો ,કે "ગમેતેવું "ના બોલો "ગમે "તેવું" બોલો। 
  20. માનવી જયારે મુશ્કેલી માં મુકાય ત્યારે તેના પર કોઈ "વિશ્વાસ "કરતુ નથી ,પરંતુ માનવી મુશ્કેલી માં ત્યારે જ મુકાય છે જયારે તે પોતાના કરતા પણ વધારે "વિશ્વાસ" બીજા પર મુકે છે। 
  21. કોઈ તમારા પર આંધળો વિશ્વાસ રાખે ત્યારે સાબિત ના કરતા કે તે ખરેખર અંધ  છે। 
  22. પોતાની જાત પર વિશ્વાસ રાખો અને એક દિવસ એવો આવશે જયારે લોકો જોડે તમારા પર વિશ્વાસ કાર્ય સિવાય બીજો કોઈ રસ્તો નહિ હોય। 
  23. જીવન સંગ્રામ ના  દરેક ક્ષેત્રો માં "રામાયણ" અને"મહાભારત" છે જો તમને "રામ "અને "કૃષ્ણ " બનતા આવડી જાય તો વિજય તમારો જ છે। 
  24. તમે જીવન માં શું કમાણા છો  તેની ઉપર ક્યારેય અભિમાન ના કારસો કારણ કે "સત્રંજ " બાજી પૂરી થઈ ગયા પછી રાજા અને સૈનિકો ને એકજ ડાબા માં રાખવા માં આવે છે। 
  25. સમય કોઈ ની રાહ જોતો નથી હમેશા આપણે જ સમય ની રાહ જોવી પડે છે। 
  26. જિંદગી જાણે કેટલા વણાંક આપે છે દરેક વણાંક પર નવા સવાલ આપે છે શોધતા રહીએ આપને જવાબ જિંદગી ભર જવાબ મળે તો જિંદગી સવાલ બદલી નાખે છે। 
  27. જીવન શું છે ? ઊંઘો તો સમાધિ અને જાગો તો ઉપાધી। 
  28. આ દુનિયા માં વસેલા લોકો ની અલગ કહાની છે ,જો કોઈ નો વિશ્વાસ તોડો તો  "એ રડે " છે અને વિશ્વાસ રાખો તો "એ રડાવે " છે બળ જબરી થી  :હત્યા : થઈ સકે છે :હેત : નહિ। 
  29. તાકાત ની જરૂર ત્યારે જ પડે છે જયારે કઈક ખોટું કરવાનું હોય નકર દુનિયા માં બધું મેળવવા માટે પ્રેમ જ પુરતો છે। 
  30. જિંદગી એક અભિલાષા છે ,શું ગજબ એની પરિભાષા છે ,જિંદગી શું છે ? ના પૂછો દોસ્તો સજી ગઈ તો દુલ્હન અને બગડી ગઈ તો તમસા છે। 
  31. લોકો ડુબે  છે તો દરિયા ને દોષ દે છે ,મંજિલ ના મળે તો કિસ્મત ને દોષ દે છે ,પોતે તો જોઈ ને ચાલી નથી સકતા જયારે લાગે છે ઠોકર તો પથર ને દોષ દે છે। 
  32. જિંદગી તો પોતાના દમ ઉપર જીવાય છે ,બીજા ના ખભા ઉપર તો નનામિઓ  નીકળે છે। 
  33. જીવન માં જો સફળ થવું હોય તો છેલ્લા સ્વાસ સુધી લડી લેવું। 
  34. મૂરખા માણસો ના વખાણ સાંભળવા કરતા બુધીસાળી વ્યક્તિ ની ખીજ સાંભળવી સારી 
  35. .મુર્ખ માણસ ને ઓળખવાની {6}નિશાની {1}કારણ વિના ગુસો કરે {2}કારણ વિના બોલ બોલ કરે {3}પ્રગતી વિના પરિવર્તન કરે {4}કારણ વિના પૂછ પૂછ કરે {5}અજાણી વ્યક્તિ માં વિશ્વાસ મુકે {6}પુછ્યા વિના સલાહ આપે। 
  36. જરૂરિયાત  પ્રમાણે જિંદગી જીવો ઈચ્છાઓ પ્રમાણે નહિ કારણ કે જરૂરિયાત તો ફકીર ની પણ પૂરી થાય છે અને ઈચ્છાઓ બહ્દ્શા ની પણ અધુરી રહી જાય છે 
  37. જે લોકો તમને જરૂરિયાત પડે ત્યારે જ યાદ કરતા હોય તો ઉદાસ ના થતા ,પરંતુ ગર્વ મહેસુશ કરજો મીણબતી ની જેમ તમે પણ યાદ આવો  છો કે જયારે ઘોર અંધારું હોય છે। 
  38. જવાબ શોધવો હોય તો પહેલા સવાલ ને બરાબર સમજી લેવો જરૂરી છે। 
  39. પરિવર્તન થી ગભરાસો તો ક્યારેય પ્રગતિ કરે સક્સો નહિ। 
  40. જે વસ્તુ તમે બદલી ના શકો તે ને સ્વીકારી લેજો ,અને જે વસ્તુ તમે સ્વીકારી ના શકો તેને બદલી દો।
  41. સંગીત  સાંભળી ને  જ્ઞાનનથી મળતું ,મંદિર જઈને ભગવાન નથી મળતા ,પથ્થર તો એટલા માટે પૂજે છે લોકો કારણ કે વિસ્વાસ ને લાયક માણશ નથી મળતા                                                                                                              
  42. એમણે ધકો દીધો અમને ડૂબાડવા માટે ,પરિણામ એ આયુ કે અમે તરવૈયા બની ગયા 
  43. પાણી પણ ડૂબાડતા પહેલા બે વાર બચવાની તક આપે છે ,કોઈ ને ખુલાશો કરવા માટે એકાદ તક તો આપો 
  44. સ્વપ્ન ત્યારે જ સાકાર થઈ સકે છે જયારે તમને તમારી જાત પર સૌથી વધરે વિશ્વાસ હોય। 
  45. જીવન નો ફ્યુઝ ઉડે તે પહેલા તેનો સાચો યુઝ કરો। 
  46. ભુલા પડવાનો એક જ ફાયદો છે,
    કેટલાય નવા રસ્તાઓનો પરિચય થાય છે,
    અજાણ્યા લોકોનો સંગ થાય છે ને,
    જાણીતાની પરખ થાય છે........


* નરેન્દ્ર મોદી-ગુજરાત નો સાવજ *

                               જેનું નામ ગુજરાત ની 6 કરોડ જનતા હૈયે હૈયે હોય એવા લોકપ્રિય નરેન્દ્ર મોદી ના વ્યક્તિગત જીવન ની થોડી વાત કરવી છે


              નરેન્દ્ર મોદી જેમનું પૂરું નામ નરેન્દ્રભાઈ  દામોદરદાસ મોદી જેમનો જન્મ મધ્યમવર્ગીય કુટુંબ માં  17 સપ્ટેમ્બર 1950 ના રોજ મેહસાણા જીલ્લા ના વડનગર ખાતે થયો હતો .તેમના પિતા દામોદરદાસ મુલચંદ જેઓં નરેન્દ્ર મોદી જન્મ્યા ત્યારે ઘરમાં પંખો પણ નહોતો. તે સમયે તેમના પિતાને અનાજ દળવાની ઘંટી હતી, પાછળથી તેમણે રેલ્વે સ્ટેશન પર ચાની લારી ખોલી હતી. ત્યાં નરેન્દ્રભાઈ પણ કીટલી લઈ પેસેન્જર્સને ચા વેચવા જતા અને માતા હીરાબા ગુર્હિણી હતા.મર્યાદિત આવક અને છ બાળકોનાં માતા-પિતા હોવાં છતાં, તેમના પિતાએ બાળકોને ભણાવવામાં પાછી પાની નથી કરી. 

                     નરેન્દ્રભાઇ મોદીના પિતા તો અત્યારે હયાત નથી, પરંતુ તેમનાં માતા હજી હયાત છે. તેમનાં માતા હીરા બા જ્યાં સુધી જાતે કામ થયું હતું ત્યાં સુધી વડનગરમાં તેમના જૂના ઘરમાં એકલાં જ રહેતાં હતાં, પરંતુ છેલ્લા થોડા સમયથી તબિયત નરમ-ગરમ રહેવાથી નરેન્દ્રભાઈના સૌથી નાનાભાઈ પંકજભાઈના ઘરે ગાંધીનગરમાં રહે છે.

               તેમના સૌથી મોટા ભાઈ સોમાભાઈ દામોદરદાસ મોદી આરોગ્યખાતામાં નોકરી કરતા હતા. અત્યારે તો તે નિવૃત થઈ ગયા છે અને વડનગરમાં એક વૄદ્ધાશ્રમ ખોલી સમાજ સેવાનું કામ કરે છે. તેની સાથે-સાથે તેઓ જ્ઞાતિ અને સમાજ માટે બીજાં પણ ઘણાં સેવાનાં કામ કરે છે.બીજા નંબરના ભાઈ છે, અમૄતભાઈ દામોદરદાસ મોદી. આ ભાઈ અત્યારે લેથ મશીનના ઓપરેટર તરીકે ફરજ નિભાવે છે. તેઓ અત્યારે અમદાવાદમાં જ વસે છે.નરેન્દ્રભાઈ મોદીના ત્રીજા નંબરના ભાઈ પ્રહલાદભાઈ મોદી અત્યારે અમદાવાદમાં રેશનિંગ એશોસિયેશનના પ્રમુખ છેનરેન્દ્રભાઈના સૌથી નાના ભાઈ પંકજભાઈ દામોદરદાસ મોદી અત્યારે માહિતી ખાતામાં નોકરી કરે છે. તેઓ અત્યારે ગાંધીનગરમાં તેમના સરકારી ક્વાર્ટરમાં જ રહે છે. નરેન્દ્રભાઈનાં માતા પણ તેમની સાથે જ રહે છે.પાંચ ભાઈઓ વચ્ચે એક જ બહેન છે. તેમની બહેનનું નામ વસંતીબેન છે. તેઓ અત્યારે વિસનગરમાં રહે છે અને ગૃહિણી જ છે. તેમના પતિનું નામ હસમુખભાઈ મોદી છે અને તેઓ નવૃત એલઆઇસી ઓફિસર છે.

                   નરેન્દ્રભાઈના બાળપણના મિત્રો અને પડોશીઓના કહેવા મુજબ નરેન્દ્રભાઈ નાનપણથી બહુ બહાદુર અને પ્રેમાળ હતા. શિસ્તના આગ્રહી તો હતા જ, પરંતું સાથે સાથે ટીખળી અને મસ્તીખોર પણ હતા. 
ભરત ભાઈ મોદી કહે છે કે નરેન્દ્રભાઈ બાળપણથી જ સાહસિક બહુ હતા. તેઓ દરરોજ ૪૦ એકરના વિશાળ શર્મિષ્ઠા તળાવના કૃષ્ણા આરાથી નાહવા પડતા. આ તળાવની ઊંડાઈ પણ બહું છે, તેમાં ડુબવા વાળા આજ સુધી ભાગ્યે જ બચીને પાછા આવે છે. તેથી આજે પણ લોકો તેમાં નાહવા જતાં ડરે છે. તે સમયે તો તળાવમાં મગર પણ બહુ હતા, તોપણ મગર વચ્ચે તેઓ ડર્યા વગર જતા અને તરતા પણ. તેમાં એક વાર તો મગરનું બચ્ચુ ઘરે પણ લઈ આવ્યા હતા, જેને જોઇને બધાના હોશ ઉડી ગયા હતા
                   
                  હરગોવનભાઈ પટેલ કહે છે કે, તેમનો બીજો એક અનુભવ જણાવતાં હરગોવનભાઈએ કહ્યું, "મારુ ગામ સબલપુર વડનગરથી થોડુ દૂર હતું. તે સમયે સબલપુરમાં છાસ મફત મળતી એટલે મોદી ઠેક સબલપુર ચાલીને છાસ લેવા આવતા. તેમાં તો મોદીના ચપ્પલ પણ ઘસાઈ ગયા હતા, તેવું નરેન્દ્રભાઈ કહેતા." 
                    તેમણે વધુમાં ઉમેરતાં કહ્યું, "તે સમયે વડનગમાં મહાલક્ષ્મી ઓઇલ કંપની હતી અને મોદી તે સમયે ત્યાં પાંચ પૈસામાં તેલના ડબા ઉપાડતા." અત્યારે તો તે થોડા સમયથી બંધ થઈ ગઈ છે.
નરેન્દ્રભાઈના બાળપણના ખૂબ જ અંગત મિત્ર શામળદાસ માધવલાલ મોદીએ કહ્યું, "નરેન્દ્રભાઈ મને હંમેશાં કહેતા કે, એક દિવસ હું કૃષ્ણ બની અને તું સુદામા બનીશ. તે સમયે નરેન્દ્રભાઈને શોધવા હોય તો, બે જ જગ્યા નક્કી હતી, એક શર્મિષ્ઠા તળાવ અને બીજુ અમારા ગામનું ભોગીલાલ ચંદુભાઈ વિદ્યાવર્થક પુસ્તકાલય."  
                   
                   નરેન્દ્રભાઈ વિશે પોતાની જૂની યાદો તાજી કરતાં લક્ષ્મીબેન પટેલે કહ્યું, "રેલ્વેસ્ટેશન પર ટ્રેન આવે ત્યારે નરેન્દ્રભાઈને ઠિંગડાવાળી ચડ્ડીમાં પાંચ-પાંચ પૈસામાં પાણીના ગ્લાસ વેંચતા તો મેં પણ જોયા છે" 1969માં નરેન્દ્ર મોદીના મોટાભાઈ તેમને અમદાવાદ ભણવા લઈ ગયાં હતાં. ત્યાં તેમના ભાઈની ચાની કીટલી હતી અને ત્યાં નરેન્દ્ર મોદી ચા બનાવતા અને વેંચતા પણ હતા. ત્યાં તેમના ભાઈ સાવ નાની ખોલીમાં રહેતા હોવાથી રાત્રે સૂવાની પણ જગ્યા નહોતી. તેથી તેઓ સંઘના કાર્યાલયમાં સૂવા જતાં અને ત્યાં જ તેમની મુલાકાત લક્ષ્મણરાવ ઇનામદાસ (વકીલ સાહેબ) સાથે થઈ હતી. વકીલ સાહેબની રોજીંદી મુલાકાતથી જ તેઓ સંઘના વધું પ્રભાવમાં આવ્યા અને સંઘમાં પ્રવેશ્યા. વકીલસાહેબ ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક હતાં.1989માં તેમના પિતા બહુ બિમાર હતા ત્યારે તેમની ખબર કાઢવા અને તેમના મૃત્યુ સમયે કાંધ આપવા જ ઘરે આવ્યા છે, આ સિવાય બીજા કોઇ સારા-માઠા પ્રસંગમાં મોદી ઘરે આવ્યા જ નથી. 
                              ડૉ. વસંતભાઈ પરીખે તે સમયે 'ધરોઇ લાવો, ઉત્તર ગુજરાત બચાવો' અભિયાન ચલાવ્યું હતું. તેઓ તે સમયે ધારાસભ્ય હતા. તે સમયના યુવા કાર્યકરોમાં નરેન્દ્રભાઈ પણ હતા. તેમણે યુવાટીમની આગેવાની લીધી હતી.વસંતભાઈ પ્રખર સમાજસેવક હતા. નરેન્દ્રભાઈએ સૌપ્રથમવાર અમદાવાદ, વડોદરા વટાવ્યું તો, તે પણ વસંતભાઈ સાથે જ. ૧૯૬૮-૬૯માં તેમણે અખીલ ભારતિય વિદ્યાર્થી પરિષદનો એક કાર્યક્રમ યોજ્યો હતો. એ કાર્યક્રમ વડનગરની વિષાનગરની વાડીમાં યોજ્યો હતો. તેમાં નરેન્દ્રભાઈએ નેતાગીરી સંભાળી હતી. સંઘઠનાત્મક ગુણ તો તેમનામાં બાળપણથી જ હતો. 
................................................................................(ક્રમશ)
                                                                     રેફરન્સ : દિવ્યભાસ્કર 

*આટા થી ભરેલી જિંદગી*

આટા થી ભરેલી જિંદગી

હમણાં એક મને  નાનપણ નો એક મિત્ર નો મળી ગ્યો  મે કીધું " અયલા શું કરેસ "
તો મને કે બસ આટા ફેરા મારુ શું આય થી ત્યાં ને ત્યાંથી અહી આમાં ને આમાં જિંદગી કાઢવાની સે ભાઈ 
આમ જોવા જાવ તો આ આટા માણહ ને જન્મ થી મૃત્યુ સુધી છોડતા નથી કારણ

જન્મ્યો ત્યારે માંદો જન્મ્યો ,હોસ્પિટલ ના આટા 
સ્ટ્રેચર ઉપર પીપી કયરી તો,નર્શ  ને મુજકો દાટા

બે વર્ષ નો માંડ થયો ત્યાં ,બાલમંદિર ના આટા
મેડમ ને ભૂલ થી મમી કીધી ,ચંપલ માર્યું બાટા

પાંચ વર્ષે પ્રવેશ માટે, નિહાળું ના આટા
 મારો માસ્ટર બોલે ઓસું ને, ઝાઝા પાડે કાટા

                                                 કોલેજ માં એડમિસન ,માટે કોલેજું ના આટા                   
                                               એકવીસ વર્ષે પ્રેમ કર્યો ને ,એમાંય વાગ્યા કાટા

બાપુ ક્લાસ માં બી.ઇ થયો તો, નૌકરી માટે આટા
ને ભરતી મેળા માં પડી લાકડી, હાથે આવ્યા પાટા

સડી ગયેલી મળી નૌકરી, તો છોકરી માટેના આટા
માંડ કરી ને થયું સગપણ ,ત્યાં સાહરિયા ના આટા


લગન માટે વાડી રાખવા ,વાડીએ વાડીએ આટા
બીજા દી થી ઘરે અમારા, લેણીયાત ના આટા

ને ભોટ બાયડી ને  છોકરા વાંગડ , એકેય ને નહીં આટા
ખબર નોટિ જીવતર અને માર્ગ ને ,આવાય  પડસે ફાટા 

અહી થી હવે આખો ભાવ બદલાય છે જન્મ થયો ત્યાં ભગવાને ધોળી બગલાની ની પાંખ જેવી ચાદર લઈ ને મોકલો તો પણ એના ઉપર કામનો ,ક્રોધ નો ,લોભ નો ,મોહ નો ,માયાના 
એટલા છાટા ઉયડા કે જીવતર ની સાંજ ઢળી ને ત્યાં તો મેલી મહોત જેવી કરી નાખી હો

હાશ હવે હું થકી ગ્યો સુ ,ફેરવું માળા ના આટા
સાફ ચદરિયા લઈ ને આયો તો પણ ,એમાય અઢળક ઊયડા છાટા
પછી માણહ મારી જાય છે અને ઇ નો દીકરો અગ્નિ દાહ દેવા આવે છે અને જેવો ઇ અગ્નિ દાહ દેવા આવે છે ત્યાં મડદું ઊભું થઈ ને બોલે સે છેલ્લે કડી  

                                           "આખી જિંદગી મારી આટા ,માંડ હવે હું પોઢી ગ્યો શું 
                                                 ભડ ના દીકરા ટુકું કા કરો ,મારો ફરતા આટા"

 જય માતાજી 

જય સિદ્ધનાથ 

*ભજન ની તાકાત કેટલી હોય એનો એક પ્રસંગ*


                                                  ભજન માં કેટલી તાકાત નામ માં કેટલી તાકાત છે એનો એક પ્રસંગ છે જાજા વર્ષો પેલા ની વાત નથી ખાલી 80 વર્ષ પેલા ની જ વાત છે .ધ્રાગ્ધ્રા ના  સ્ટેટ સર અજીતસિંહ નામ રાજકુમાર કોલેજ માં કોલેજ પૂરી કર્યા પસી રાજ તિલક થયું રાજા બન્યા છતાં એમને રાજા નો પોશાક નતો પેહરયો માત્ર ને માત્ર  મિલીટરી ના જ કપડાં પેહરતા અને આટલા બધા રાજા રજવાડા થઈ ગ્યા પણ એમાં જો નામાંધારી રાજા માં નામ લો તો હાક એવિ પડે એવિ એની હાક પણ નામ સમરણ માં કેટલી તાકાત છે અને ભજન ની કેટલી તાકાત એનો આ જીવતો દાખલો છે એક તો આવું જેનું નામ હોય દાખલા તરીકે કોઈ પોલિસ સ્ટેશન ના ફોજદાર નામાધારી હોય તો એની જેલ કેવી હસે એની જેલ માથી જાતા પેલા વિચાર કરવો પડે આ નકામી ખેહી લેસે ...
                                                                              

              આવી જેની હાક અને એની જેલ અને એની જેલ માં પોલિસ તરીકે એક જણ નૌકરી કરતો નામ દેસળ ત્રણ રૂપિયા પગાર, હવે ઇ ત્રણ રૂપિયા માં વ્યવહાર હકારવાનું ,ઘર હકારવાનું એમાં નૌકરી કરવાની ઇ પણ કડે મકોડે અને એમાંથી સમય મળે તો હરી ભજન કરવાનું. ફલાણી જગ્યા ભજન સે અને રાત નો ફેરો નથી તો તો એ જાય પણ રાત ની નૌકરી હોય અને એમાય ભજન હોય અટલે દેશળ ને સખ નો પડે
એમાં એક દી  રાત ના પેહરા ઉપર જાવાનું અને ઘરેથી નીકળવું  ,જેલ પોચવું રસ્તા, એક જણ મળ્યો દેસળ નું કીધું
 "દેસળ જય માતાજી "
દેસળ કીધું  :"જય માતાજી " 
એક જણ : "દેસળ આજ ભજન સે "
દેસળ :"ક્યાં "
એક જણ :"કુભારવાડા ના નાકે"
દેસળ : "અવાય તો આવીસ " આજ પેહરા ઉપર જવસુ"
જેલે પોગયો  સખ નથી હારે રેવા વાડા હમજી ગ્યાં કે આને ભજન નું વાવટુ આવ્યું લાગે સે હારે
જે નૌકરી કરતાં તા એને બોલાવ્યો કે" દેસળ એ દેસળ ભજન લાગે સે આજ "
દેસળ : "હા "
હારે રયો એને કીધું "દેસળ વિશ્વાસ છે અમારી ઉપર વિશ્વાસ બેહે છે અમારી ઉપર દેસળ એ કીધું કે હોય જ ને
ઔલ કીધું કે જો વિશ્વાસ હોય તો આપી ડે અમને ચાવી અને મિત્રો ઉપર ભરોસો કર્યો" પછી તો ચાવી આપી પણ 

એક મિત્ર એ કીધું કે "દેસળ આ સર અજીતસિંહ ની જેલ છે ઇ ધ્યાન રાખજે બે ભજન ગય ને વ્યો આવજે "  
હવે ઇ બે ભજન નું કહીને દેસળ ન્યાથી નીકળો અને રાત ના 11 વાગે રામ સાગર હાથ માં આયો અને ક્રષ્ણ હારે તાર લાગ્યો અને આંખ માથી આહુડા નિકડે ને એમાં 11 12 1 2 સવા બે વાગ્યા ને બાંગડદા બાગડદા ધુમાં બાગડદા કરતાં ઘોડા ના ડાબલા વાયગા વીસેક સાથીદાર ની હારે સર અજીતસિંહ આયા જેલે  અને હાકલો નાખ્યો દેસળ એ દેસળ અંદર થી આવાજ આવ્યો :"જી સરકાર "
અજીતસિંહ: "ખેરિયત"
દેસળ :"હા બાપુ "
અજીતસિંહ :" બહાર આવ "
દેસળ બાર આયો ચોપડી આપી સર અજીતસિંહ એ સહી કરી કીધું દેસળ બરાબર
દેસળ કે:" હા બાપુ બરાબર"
અજીતસિંહ નીકળ્યા અને દેસળ અંદર 
પણ સર અજીતસિંહ ના જેને કાન ફુક્યા તા જેને કાન ભંભેરણી કરી એની સામે આંખ થી વાત કરી કે
"કા"
ઔલો કે બાપુ ભૂલ પડે નહીં બાપુ ઘડીક ઊભા રયો અને બે ઘોડા છુયટા કુંભારવાડે અને યા જઈને જોયું તો ઇ જ દેસળ રમસાગર માં રાગે ગયેલો અને ઘોડા યાથી પાછા વયળા અને બાપુ ને કીધું થોડાક આ બાજુ આવો આ દેસળ નો આવાજ ,ઘોડા પાછા જેલ બાજુ ગ્યાં હકલો નાખ્યો દેસળ
અંદર થી અવાજ આયો હ બાપુ 
અજીતસિંહ :"ખેરિયત "
દેસળ :"ખેરિયત બાપુ કા પાછા આવ્યા "
અજીતસિંહ :"એ રેવા દેસળ અમે નીકળી છી"
અને ઘોડા નીકળ્યા અને ફરી વાર પાછું ઔલ માંણહ સામે જોયું ઓલાં માણહ એ કીધું કે બાપુ જેમ જેલે પાછા આવો છો ને એમ કુંભારવાડો ક્યાં આઘો છે
પણ દરબાર નો જવાબ સાંભળજો
અજીતસિંહ :" જેલ મારી સે ન્યા  મારે હાજરી પુરવાની ની હોય  બીજે મારે જય ને પાત્રો ના ખોલવાના હોય"
અને અજીતસિંહ ન્યાથી નીકળી ગ્યાં 
સવાર ના પરોઢિયે મહેલે ગ્યા અને દેસળ પરોઢિયે જેલે આયો 
મિત્ર ને પુયસુ કે :"કા "
મિત્ર એ કીધું કે :"કઈ નહીં "
દેસળ :"હું ભજન માથી આવું સુ .."
મિત્ર :"ગાંડા કાઢ માં તું બાર વાગે આયો ને મે તને ચાવી આપી અને તું આય બેઠો અને દોઢ વાગે દરબાર આયા તને સાદ કરો તું ન્યા ગ્યો બુક આપી હાજરી પુરાવી આ તારી બુક ફાનસ નું અજવાળું કર્યું ને કીધું કે આ અજીતસિંહ ની સહી તું ઊંઘ માં તો નથી ને કઈ સપનું તો નથી આયુ ને તું  કેમ આમ કરે છે"
દેસળ એ કીધું કે "ઓહો સપના માં હું નહીં તમે....!! બાપુ ક્યાં હતા અને હું ક્યાં હતો ..?" 
મિત્ર :"આ તારા પગલાં અને દરબાર ના પગલા"
અને આ સાંભળતા દેસળ ના હાથ માથી ચોપડી પડી ગઈ અને પગલાં હતા ન્યાથી ધૂળ લઈ ને મયંડો શરીરે ચોપડવા એના મિત્રો પુસે સે કે દેસળ સુ કર સો
દેસળ રોતા રોતા  કીધું કે "આ મારા પગલાં નથી આ મારા દ્વારકાધીસ ના પગલાં છે હું તો ભજન માં હતો"
આટલું કીધું ત્યાં તો મિત્રો રોય પયડા અને બોલ્યા " સાબાસ સાબાસ મારા બાપ અમે ભલે ઓળયખો નહીં પણ બે કલાક ભેગી નૌકરી તો અમેય કરી"
અને દેસળ ન્યા થી નીકળી ગ્યો અને ગ્યો દરબાર ને ડેલે  પેરેદારો ને કીધું કે અંદર જઈને કો દેસળ મળવા આયો સે પેહરેદારે કીધું કે "બાપુ હજી સુવા ગ્યાં સે"
દેસળ કીધું કે નામ દયો મારૂ.. કેજો દેસળ આયો સે
અજીતસિંહ આયા સે ને  કીધું::" કા દેસળ કઈ કામકાજ"
દેસળ :"ના બાપુ કઈ નહીં" 
અજીતસિંહ :"તો પછી અટાણે"
દેસળ : "હાબાપુ મારે નૌકરી નથી કરવી"
 અજીતસિંહ ::"અરે ગાંડા બીજા ભલે ને ગમે એમ કે મે તને કીધું કાઇ ભલે ને મારે ખાલી જેલે આવું પડે એ જ ને મને બધી ખબર છે"
દેસળ ::"બાપુ તમને ખબર સે આટલે તમારે ધક્કો તો થાય ને  ઇ જ વાંધો સે તમારો તોખાલી મેહલે થી જેલે ધક્કો થાય ઇ જ ને  બાપુ પણ મારા નાથ ને દ્વારકા થી ધક્કો થાય એનું પોહાણ કેમ કરવું"" એમ કહી ને દેસળ ખાંડવી ધાર ઉપર બેહી ગયો ને રમસાગર લઈ ને.........
આજ ની તારીખ માં ધ્રાંગધ્રા માં દેસળ ભગત ની વાવ સે કેવા નો મતલબ  આ નામ વાળા ને ન્યા 80 વર્ષો પેલા જો આવતો હોય તો આ નામ ની તાકાત આ ભજન ની તાકાત ......
જય સિદ્ધનાથ 
જાય માતાજી





Thursday 22 August 2013

* મારા વિશે *


* નામ *
*

જાદવ કનૈયા ,લાલજી ભાઈ,કેસા ભાઈ ,માવજી ભાઈ આગળ યાદ નથી જે ની  નોંધ લેસો.

* જન્મ *
*
23-3-1989 ના રોજ ગુજરાત રાજ્ય ના અમદાવાદ જિલા ના ધંધુકા તાલુકા ના પ્લોટ વિસ્તાર માં થયો હતો.મરણ તારીખ હજી નકી નથી જન્મ તારીખ માંડ માંડ મળી.

* અભ્યાસ *
*
ઉપર દેખાતા ફોટો માં ઈ  હું જ  છું ,કોઈ ભૂત બુત કે ચંબલ ડાકુ નથી કોઈ બીતા નહિ ,ઈંગ્લીશ માં બહુ  ટપા પડતા નથી એટલે ગુજરાતી માં લખવું પડે છે, આમ તો અભ્યાસ કરવો ગમતો નહિ એટલે પ્રાથમિક   શિક્ષણ તો અહી ધંધુકા તાલુકા ના છારોડીયા ગામ ની પ્રાથમિક શાળા માં જ લીધું, એમાય બે  જણા  ટીગા ટોળી કરી ને મુકવા આવે ત્યારે તો નિહાળે પહોચતો, અને એમાય ક્યારેક ક્યારેક તો વંડીયુ ઠેકી ને પાસા ઘરે તો નોતા જતા પણ ક્રિકેટ નો શોખ હોવાથી બેટ દડે રમતા,તળાવ માં નાવા પહોચી જતા ,વળી ક્યારેક ક્યારેક તો દોસ્તારો ની સાથે કોઈક ની વાડિયું માં કાકડી, ચણા , મગ, કોઠા, ની ચોરી કરવાય પહોચી જતા હો ,ક્યારેક સફળ થતા તો ક્યારેક કોઈ નો માર પણ ખાતા.,હરામ જો સરખી રીતે નિશાળ માં ભણ્યા હોય તો સળિયું કરવા માં થી જ ઉચા નતા આવતા, કોઈદી પરિણામ માં 50 ની બોર્ડર પાર થઈ જ નથી.મને તો એમ જ કે જો ફેલ થયા તો નક્કી બાપા હીરા ઘસવા અથવા તો વાડી ના કામ માં લગાડી દેશે.પણ એવી પરિસ્થિતિ સિક્ષકો ની દયા થી આવી નહિ.

ત્યાર બાદ હાઇસ્કુલ માં આવ્યા એટલે થોડીક ભણવા માં લગન લાગી અને હું 10 ધોરણ સુધી  ભણ્યો..ઘર ની થોડી ખરાબ પરિસ્થિતિ ને કરણે  ભણવા નું છોડી ને મોટા ભાઈ હીરા ઘસવા નું કામ કરતા તા એમ ની  નીચે  આ ભાઈ હીરા ઘસવા બેઠા પણ કામ કરવું કોને ગમે ઠાગા થોયા કરતા કરતા હીરા ઘસતા શીખ્યા પછી હીરા ના કામ માં ધંધુકા અને પછી બોટાદ 1-2 વર્ષ હીરા નું કામ કર્યું લાગ્યું કે સુરત માં હીરા નું કામ સારું છે તો વળી પાછો દોસ્તારો નો સંપર્ક કરી સુરત આયો ને થોડો ટાઈમ કામ કર્યું તો એની માને સાલ  2008 ની મંદી  આવી હો, અને હીરા ના કામ માં કટિંગ માં દબાણ આયુ ને  અડધો ટંક કારખાના  ચાલુ રે આપડે તો કંટાળા પણ હિમત રાખી કામ ચાલુ રાખ્યું લાગ્યું કે બીજુ કામ સીખું ને વળી પાછો એમ્રોદ્રી મસીન ના કામમાં માં ગયો જામ્યું નહિ પાછો આયો   હીરા માં. રખડતા રખડતા ક્યાંક મોબઈલ રીપેરીંગ નું પાટિયું જોઈ ગયો ને પાછો તેનો ચસ્કો લાગ્યો હીરા ઘસતા ઘસતા મોબઈલ રીપેરીંગ શીખ્યો ઘણા સંઘર્સો  પછી મહા મહેનતે સુરત માં અત્યારે  વરાછા વિસ્તાર માં ઘનશ્યામ નગર શેરી નંબર 14 માં મોબઈલ ની નાની   એવી દુકાન છે......................



*જય સિદ્ધનાથ* 
*