Friday 23 August 2013

*આટા થી ભરેલી જિંદગી*

આટા થી ભરેલી જિંદગી

હમણાં એક મને  નાનપણ નો એક મિત્ર નો મળી ગ્યો  મે કીધું " અયલા શું કરેસ "
તો મને કે બસ આટા ફેરા મારુ શું આય થી ત્યાં ને ત્યાંથી અહી આમાં ને આમાં જિંદગી કાઢવાની સે ભાઈ 
આમ જોવા જાવ તો આ આટા માણહ ને જન્મ થી મૃત્યુ સુધી છોડતા નથી કારણ

જન્મ્યો ત્યારે માંદો જન્મ્યો ,હોસ્પિટલ ના આટા 
સ્ટ્રેચર ઉપર પીપી કયરી તો,નર્શ  ને મુજકો દાટા

બે વર્ષ નો માંડ થયો ત્યાં ,બાલમંદિર ના આટા
મેડમ ને ભૂલ થી મમી કીધી ,ચંપલ માર્યું બાટા

પાંચ વર્ષે પ્રવેશ માટે, નિહાળું ના આટા
 મારો માસ્ટર બોલે ઓસું ને, ઝાઝા પાડે કાટા

                                                 કોલેજ માં એડમિસન ,માટે કોલેજું ના આટા                   
                                               એકવીસ વર્ષે પ્રેમ કર્યો ને ,એમાંય વાગ્યા કાટા

બાપુ ક્લાસ માં બી.ઇ થયો તો, નૌકરી માટે આટા
ને ભરતી મેળા માં પડી લાકડી, હાથે આવ્યા પાટા

સડી ગયેલી મળી નૌકરી, તો છોકરી માટેના આટા
માંડ કરી ને થયું સગપણ ,ત્યાં સાહરિયા ના આટા


લગન માટે વાડી રાખવા ,વાડીએ વાડીએ આટા
બીજા દી થી ઘરે અમારા, લેણીયાત ના આટા

ને ભોટ બાયડી ને  છોકરા વાંગડ , એકેય ને નહીં આટા
ખબર નોટિ જીવતર અને માર્ગ ને ,આવાય  પડસે ફાટા 

અહી થી હવે આખો ભાવ બદલાય છે જન્મ થયો ત્યાં ભગવાને ધોળી બગલાની ની પાંખ જેવી ચાદર લઈ ને મોકલો તો પણ એના ઉપર કામનો ,ક્રોધ નો ,લોભ નો ,મોહ નો ,માયાના 
એટલા છાટા ઉયડા કે જીવતર ની સાંજ ઢળી ને ત્યાં તો મેલી મહોત જેવી કરી નાખી હો

હાશ હવે હું થકી ગ્યો સુ ,ફેરવું માળા ના આટા
સાફ ચદરિયા લઈ ને આયો તો પણ ,એમાય અઢળક ઊયડા છાટા
પછી માણહ મારી જાય છે અને ઇ નો દીકરો અગ્નિ દાહ દેવા આવે છે અને જેવો ઇ અગ્નિ દાહ દેવા આવે છે ત્યાં મડદું ઊભું થઈ ને બોલે સે છેલ્લે કડી  

                                           "આખી જિંદગી મારી આટા ,માંડ હવે હું પોઢી ગ્યો શું 
                                                 ભડ ના દીકરા ટુકું કા કરો ,મારો ફરતા આટા"

 જય માતાજી 

જય સિદ્ધનાથ 

No comments:

Post a Comment