Sunday, 29 September 2013

ANDHSRDHA ANDHVISVASH THI DUR RAHO

ઓહમ 

મુહુર્ત ,ચોધડીયા ,શુકન ,રાશિ ,ગ્રહ ,તિથી ,વાર વિષે ની સચોટ માહિતી 
ભાગ્ય કરતા પુરુષાર્થ હંમેશા શ્રેષ્ટ છે.જેઓ પોતાનું ભાગ્ય મુહુર્ત ,ચોધડીયા।,શુકન ,રાશિ ,ગ્રહ વગેરે માં રહેલું છે એવો અંધવિશ્વાસ પોતાના મનમાં ઠસાવી રાખે છે.આ કારણે વ્યક્તિ ,સમાજ અને દેશનું બધી રીતે ઘોર પતન થયું અને થઈ રહ્યુ છે.ભગવાન શ્રીરામ ,શ્રી કૃષ્ણ.શંકરના વિવાહ કુંડળી કે ચોધડીયા જોઇને થયા ન હતા ,તેથી તેમના ભક્તો એ પણ આ બધું છોડી ગુણ ,કર્મ ,સ્વભાવની અનુસાર ચાલવું જોઈએ.[ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી ના વિવાહ ચેત્ર માસમાં થયા હતા ]સંસુકૃત ભાષા માં મંગળ નો અર્થ શુભકર્તા થાય છે। આ શુભકર્તા મંગળ ગ્રહ અમંગળ એટલે કે ખરાબ કઈ રીતે કરે ? મુહુર્ત એ એક સમય નો ભાગ છે.જે રીતે ઘડી ,પળ ,સેકંડ ,મિનીટ ,કલાક વગેરે છે શુભ -અશુભ કાર્યો સાથે તેનો કોઈ સબંધ નથી.[એક મુહુર્ત એટલે 48મિનીટ ]જો મુહુર્ત,ચોધડીયા ,દિશા ,તિથી વગેરે શુભ -અશુભ હોય તો અશુભ ચોધડીયા માં ટ્રેન ,બસ ,વિમાન ,જહાજ વગેરેનો ઉપડવાનો સમય સરકારે બદલવો જોઈએ ,પરંતુ આપણે જોઈએ છીએ કે બધી દિશા માં વાહન વ્યવહાર નિયમિત આવતો જતો હોય છે ,છતાં કોઈને વાંધો આવતો નથી . નવગ્રહ પૂજા શુભ કાર્ય સમયે લોકો કરાવે છે ,પરંતુ જ્યોતિષીઓ જે નવગ્રહ બતાવે છે ,તેમાં સૂર્ય ,ચંદ્ર તો ગ્રહ છે જ નહી ,રાહુ અને કેતુ નામના કોઈ ગ્રહો અવકાશ માં છે જ નહિ ,પુથ્વી ગ્રહ છે ,જેમાં આપણે રહીએ છીએ જેની અસર દરેક ને થવી જોઈએ ,છતાં પણ જ્યોતિષીઓ ગ્રહની ગણનામાં પુર્થ્વી ને લેતા નથી તેથી ગ્રહ પુજાના નામે થતા કાર્યા જેવા કે ગૃહશાંતિ ના મંત્રો -તંત્ર -જાપ -નવગ્રહ પૂજા -અનુષ્ઠાન -કર્મકાંડ -ગ્રહની વીંટી પહેરવી -વ્રત કરવા -હસ્તરેખા જોવી -જન્મ કુંડળી જોવી -ભાગવત સપ્તાહ -નારાયણ બલી -લીલ પરણાવવા વગેરે બધું નકામું છે ,તેનાથી સમય -શક્તિ અને સંપતિ નો દુર ઉપયોગથાય છે આ જ રિતે ધનારખ -મીનરખ -હોળાષ્ટક -પંચક -વિછુંડો વગેરે બધો વ્યર્થ બકવાસ છે.સંયમ ,ઉદારતા ,પરોપકાર ,સેવા ,દયા વગેરે પ્રભુ કાર્યો છે.માણસ ને સુખ -શાંતિ આપી શકે છે જ્યોતિષીઓના ઘરમાં ચોરી થાય છે ,અકાળે મૃત્યુ થાય છે ,દુખ આવે છે ,બીમારી આવે છે ,બાળકો આડા માર્ગે જાય છે ,વહુ દીકરી અકાળે વિધવા થાય છે ,આવી અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે ,તેથી જો તેઓ સાચા હોય તો શા માટે પોતે પોતાનું ભવિષ્ય જાણી નડતર ને પહેલાથી જ દુર કરતાં નથી। 
રાશિઓ ફકત બાર છે ,આ પ્રમાણે દરેક રાશિમાં 50 કરોડ લોકોનો સમાવેશ થાય ,આ 50 કરોડ લોકોના ગુણ ,કર્મ ,સ્વભાવ ,એક સરખા હોવા જોઈએ પરંતુ આવું જોવા મળતું નથી રામ -રાવણ ,કૃષ્ણ -કંસ ,ભીમ -ભીષ્મ ,અર્જુન -અસ્વત્થામાં વગેરે ની રાશિઓ એક જ હતી ,પરંતુ તેમના જીવનમાં જમીન આસમાનનું અંતર હતું ચૂટણીમાં પણ એક રાશિના ઉમેદવાર માં એકની હાર અને બીજાનો વિજય નીષિત છે ,છતાં પણ જ્યોતિષીઓની પાસે જઈ મુરત કઢાવે છે ,
જો જ્યોતિષીઓની ભવિષ્યવાણી સાચી હોય તો તેઓએ પોતાનું ભવિષ્ય જાણી નડતર દુર કરી કરોડપતિ બની જવું જોઈએ અને સરકારે પણ આવા જયોતિષીઓનું ગુપ્તચર [સી આઈ ડી ] ખાતામાં કે લશ્કરમાં ભરતી કરી દેશનું રક્ષણ કરવું જોઈએ ,જેથી આંતકવાદીઓની અને શત્રુઓની જાણકારી મેળવી આંતકવાદ અને શત્રુઓ સામે લડી તેઓનો નાશ કરી શકાય। આવી અનેક અંઘશ્રધ્ધાઓમાંથી બહાર નીકળી કર્મ અને પુરુષાર્થ કરી મનુષ્ય પોતાનું ભાગ્ય પોતે જ બનાવી શકે છે ,જ્યોતિષ નહી.
અર્થવવેદ માં કહ્યું છે- હે મનુષ્ય તારા એક હાથમાં કર્મ છે અને બીજા હાથમાં ફળ -ભાગ્ય -વિજય છે ,માટે "તું કર્મ કર -પુરુષાર્થ કર " 

સંપાદક :આર્ય સમાજ [જુનાગઢ ]
પ્રકાશક :આર્ય સમાજ [અડાજણ ,સુરત ]
વિતરક :રાષ્ટ્રીય જનક્રાંતિ આદોલન ,રાષ્ટ્રીય મહાસચિવ 
જયંતિભાઈ આર્ય ઈ -મેલ :jayantiary15@gmail .com 

બધાને નમસ્તે

No comments:

Post a Comment